Home> India
Advertisement
Prev
Next

ટેલિકોમ કંપનીઓને મોટો ઝટકો, આજે રાતના 11.59 વાગ્યા સુધીમાં જમા કરવા પડશે આટલા કરોડ 

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ બાકી રકમની ચૂકવણી શુક્રવાર સુધીમાં કરી દે.

ટેલિકોમ કંપનીઓને મોટો ઝટકો, આજે રાતના 11.59 વાગ્યા સુધીમાં જમા કરવા પડશે આટલા કરોડ 

નવી દિલ્હી: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ બાકી રકમની ચૂકવણી શુક્રવાર સુધીમાં કરી દે. આદેશ મુજબ ટેલિકોમ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે બાકી રકમની ચૂકવણી શુક્રવારે રાત 11.59 વાગ્યા સુધીમાં કરી દેવામાં આવે. કંપનીઓએ આજે રાતે 12 વાગ્યા પહેલા 1.47 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવી પડે તેમ છે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓના મેનેજિંગ ડાઈરેક્ટર્સ અને સરકારને ફટકાર લગાવતા કહ્યું કે તેઓ તેનો જવાબ આપે કે અત્યાર સુધીમાં કેમ ચૂકવણી થઈ નથી અને તેમાં મોડું કેમ થયું?

અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે આજે  AGR મામલે ટેલિકોમ કંપનીની બાકી રકમ ચૂકવણીમાં થઈ રહેલા વિલંબ પર સરકાર અને કંપનીઓને ફટકાર લગાવી હતી. કોર્ટે ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, રિલાયન્સ કોમ્યુનિકેશન, તાતા ટેલિસર્વિસિઝ અને અન્ય ટેલિકોમ કંપનીઓના મેનેજિંગ ડાઈરેક્ટર્સને કોર્ટની અવગણનાની નોટિસ ફટકારીને કોર્ટમાં તલબ કર્યા હતાં. 

અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ સમારોહ માટે PM મોદીને ખાસ આપ્યું આમંત્રણ

કોર્ટે કંપનીઓના મેનેજિંગ ડાઈરેક્ટર્સને કોર્ટમાં હાજર થઈને એ જણાવવાનું કહ્યું હતું કે તેમની કંપનીઓએ હજુ સુધી રૂપિયા જમા કેમ કરાવ્યાં નથી? હકીકતમાં આ મામલે કોર્ટ આ કંપનીઓની પુનર્વિચાર અરજી અગાઉ ફગાવી ચૂકી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને 92 હજાર કરોડ રૂપિયાના એડજસ્ટ્ડ ગ્રોસ રેવન્યુ (AGR)ની સરકારને ચૂકવણી કરવાના આદેશ આપ્યા હતાં. 

આ સાથે જ જસ્ટિસ મિશ્રા નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે ટેલિકોમ વિભાગ (DoT)એ એવું નોટિફિકેશન કેવી રીતે બહાર પાડ્યું કે હાલ ચૂકવણી ન કરવા પર કંપનીઓ સામે કોઈ કાર્યવાહી નહી કરીએ? સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારા આદેશ છતાં આ રકમ જમા ન થઈ, અમે પણ આશ્ચર્યચકિત છીએ કે એક પૈસો પણ જમા કરાવ્યો નથી. 

VIDEO: છત્તીસગઢમાં કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, ગાળાગાળી કરી એકબીજાને દોડાવી દોડાવીને માર્યા

જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું હતું કે દેશમાં આ શું થઈ રહ્યું છે, આ બિલકુલ બકવાસ છે, અમારે જે કહેવું હતું તે કહી દીધુ છે. તેમણે કહ્યું કે આ અરજીઓ દાખલ નહતી કરવી જોઈતી, આ  બધુ બકવાસ છે. શું સરકારી ડેસ્ક ઓફિસર સુપ્રીમ કોર્ટથી ઉપર છે જેમણે અમારા આદેશ પર રોક લગાવી દીધી. 

જુઓ LIVE TV

કોર્ટે ટેલિકોમ અધિકારીને આજ સુધીનો સમય આપીને કહ્યું હતું કે AGRના મુદ્દે કંપનીઓને ચૂકવણીમાં રાહત આપવાનો નિર્ણય પાછો  ખેંચે અથવા તો પછી તેઓ જેલમાં જવા માટે તૈયાર રહે. જસ્ટિસ મિશ્રાએ સરકારને કહ્યું હતું કે શું દેશમાં કોઈ કાયદો નથી બચ્યો. હું આ દેશમાં આ રીતે કામ કરવા માંગતો નથી. હું જવાબદારીથી એ કહી રહ્યો છું. શું સુપ્રીમ કોર્ટની કોઈ વેલ્યુ નથી. આ મની પાવરનું પરિણામ છે. આ દેશમાં આ શું થઈ રહ્યું છે. આ કંપનીઓએ એક રૂપિયો આપ્યો નથી અને તમારો અધિકારી સુપ્રીમ કોર્ટના આદેશ પર રોક લગાવે છે. 

1.47 લાખ કરોડનું બાકી લેણું
ટેલિકોમ કંપનીઓ પર લગભગ 1.47 લાખ કરોડ રૂપિયાના લેણા બાકી છે. કોર્ટે તેની ચૂકવણી માટે 17 માર્ચ સુધીનો સમય આપ્યો છે. 1.47 લાખ કરોડ રૂપિયામાં 92,642 કરોડ લાઈસન્સ ફી છે અને બાકીના 55054 કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ ચાર્જીસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More